ઝી ડિજિટલ ડેસ્ક, અમદાવાદ: આજે ગુજરાતનો 60મો સ્થાપના દિવસ છે. 1 મે, 1960ના રોજ મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચના 'સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956'ના આધારે કરવામાં આવી હતી. ભારત દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદરના વતની હતા. આઝાદી પછી દેશી રજવાડાઓનો ગુજરાતમાં વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા. અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે અને વડાપ્રધાન બનતા પહેલાં તેઓ સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને શ્રીમંત મુકેશ અંબાણી પણ ગુજરાતના છે. દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના છે. પીએમ મોદીએ આજે ગુજરાત દિવસના અવસરે ગુજરાતીમાં ટ્વીટ કરીને શુભેચ્છાઓ પણ પાઠવી.
60મો સ્થાપના દિવસઃ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જાણો ઈતિહાસ અને વર્તમાન
ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !
— Narendra Modi (@narendramodi) May 1, 2020
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણા બધા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓના નવા શિખરો સર કરતું રહે એવી મનોકામના.... જય જય ગરવી ગુજરાત!
અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ અમદાવાદથી 112 કિમી દૂર અને મહેસાણાથી 34 કિમી દૂર વડનગરના એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા દામોદરદાસ મૂલચંદ મોદી અને માતા હીરાબેનના છ સંતાન પૈકી તેમનો ત્રીજો ક્રમ છે. તેમનું હુલામણુ નામ એનડી હતું અને નાનપણ જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતાં. પીએમ મોદી ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલ વડાપ્રધાન પદ પર રહીને તેમણે કરેલી કામગીરીથી તેમણે ગુજરાતનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. અનેક ગુજરાતીઓએ દેશ અને વિદેશમાં ગુજરાતની ખ્યાતિ વધારી છે.
જુઓ LIVE TV
સમગ્ર દેશમાં ગુજરાતનું વિકાસ મોડલ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે પ્રખ્યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે. માત્ર ભારતના ખૂણે-ખૂણે નહીં પરંતુ વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્યાં જાવ, ત્યાં તમને ગુજરાતી જરૂર મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે